શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યા બંને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ચહેરાઓ છે. ફિલ્મ ક્ષેત્રે, પોતાના કામના ક્ષેત્રે બંનેએ સ્વતંત્ર રીતે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. તેમના ફિલ્મી પાત્રો અત્યંત લોકપ્રિય પણ છે અને તેઓ બંને પતિ-પત્ની પણ છે. તેમનું આ રિલેશનશિપ બહુ જ રસપ્રદ છે. બંને સામાન્ય જીવનમાં પણ એકદમ નોર્મલ માણસોની જેમ જીવે છે અને તેમની લવસ્ટોરી પણ દરેક વ્યક્તિ રીલેટ કરી શકે તેટલી સુંદર છે. સાંભળવા જેવા રસપ્રદ કિસ્સાઓ તો છે જ ને સાથે સાથે પાર્ટનર તરીકે શીખવા જેવી પણ અનેક વસ્તુઓ છે. શ્રદ્ધા ડાંગરની એ નિખાલસ થઈને બોલવાની છટા અને આકાશ પંડ્યાનો શાંત સ્વભાવ બંને એકબીજાને કઈ રીતે પૂરક બને છે તે પણ અત્યંત રસપ્રદ છે અને સાથે સાથે શીખવા જેવું પણ છે. સાંભળો આ સુંદર-મજાનો, પ્રેમ અને મસ્તીથી ભરપૂર સંવાદ માત્ર Jalso Podcast YT Channel પર.
