સંજય રાવલ એ ખૂબ જ લોકપ્રિય સ્પીકર છે. તેમની વાતો, તેમની સ્પીચ, તેમના અનુભવો લોકોને સાંભળવા, અનુસરવા ખૂબ ગમે છે. તેઓ ખુદની એક Motivational Speaker તરીકેની ઓળખને નકારે છે, પરંતુ તેમની વાતો અને તેમના અનુભવો કોઈક ઊંઘતા માણસને પણ તરત દોડતા કરી શકે તેટલા સશક્ત અને અદ્ભુત હોય છે. તેમની બોલવાની શૈલી ખૂબ પ્રચલિત છે. એમની વાતો ક્યાંક આપણને જાગૃત કરે તો ક્યાંક ટકોર પણ કે શું આપણે સાચું કરી રહ્યા છીએ? તેમનો SKILL University વિશેનો મત અને તેમના પ્રયત્નો ખૂબ જ પ્રશંસનીય છે. શિક્ષણ માટે, માતૃભાષા માટે, સંસ્કાર માટે તેઓ ખૂબ અલગ વિચારધારા ધરાવે છે. જાણો આ બધા જ રસપ્રદ મુદ્દાઓ વિશે અહીં આ પોડકાસ્ટમાં. તેમના સચોટ ઉત્તરો, કડક શૈલીમાં જવાબો આપ તેમની સાથેના આ સંવાદમાં સાંભળી શકશો.
