વિચરતી જાતિની વ્યથા
ગુજરાત અને ગુજરાતનાં આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિચરતી જાતિનો સમુદાય આજે પણ સમાજમાં એટલો દ્રશ્યમાન નથી જેટલો અન્ય સમુદાય છે. કેમ આઝાદી પહેલા અને પછીનાં સમયમાં વિચરતી જાતિના લોકો સમાજનો એક મહત્વનો હિસ્સો હતા ?, જે આખી અખિલાઈને પોતાનું ઘર માને છે એવા લોકો હજી પણ બેઘર છે, ઓળખ વગરના છે, આધારકાર્ડ વગરનાં છે આવી અતિ મહત્વની વાત જેમનાં હૃદયને સ્પર્શી ગઈ એવા જાણીતા Social Activist મિત્તલ પટેલ સાથેનો આ સંવાદ આપની આંખો ભીની કરશે. મિત્તલ પટેલે આ ક્ષેત્રમાં કામ કરવાનું કેમ શરુ કર્યું? આજે આ સમુદાયની શું સ્થિતિ છે? ભવિષ્યમાં તેમનાં શું પ્લાન્સ અને વિચરતી જાતિ સમુદાયના રીતિ- રિવાજો, લગ્નવ્યવસ્થા, પ્રથાઓ વિશેની અદ્ભુત વાતો સાંભળો આ સંવાદમાં.