લોકરામાયણમાં અને વાલ્મીકી રામાયણમાં શબરીનું વર્ણન કેવું છે?
રામાયણના અમુક કરુણ પ્રસંગોમાંથી એક એટલે માતા સીતાનું રાવણ દ્વારા હરણ થવું. માતા સીતાનું હરણ થવું એ એક લીલા હતી. માતા સીતાનું હરણ થતા પ્રભુ રામ આકુળ – વ્યાકૂળ થઇ જાય છે. સીતાજીની શોધમાં રામ અને લક્ષ્મણ આગળ વધે છે. રસ્તામાં જટાયુ મળે છે જે માતા સીતા વિશેના અણસાર આપે છે. રામ જટાયુના અગ્નિ સંસ્કાર કરે છે. રાજા દશરથ સાથે જોડાયેલી લોક રામાયણની બીજી વાર્તા અહીં સાંભળશો.
આ બાજુ રાવણ માતા સીતાને મોટા મોટા પ્રલોભનો આપે છે. માતા સીતા દિનરાત આંસુ સારે છે. ભોજન ત્યજી દે છે. અહીં વાલ્મીકિ રામાયણનો સરસ પ્રસંગ આવે છે. ભક્તિ સ્વરૂપા ભગવતી સીતા તો રામથી વિખૂટા પડયા.પણ આ યાત્રામાં રામને ભક્તિરૂપા શબરી મળવાના છે. રામચરિત માનસ અને લોકરામાયણમાં શબરીની કથા બહુ રસપ્રદ છે. રામચરિત માનસમાં પ્રભુ રામ શબરીને નવધા ભક્તિનું વર્ણન કરે છે. શબરીની ભક્તિ સાથે ભગવાન શ્રી હરિના બીજા ભક્તોની કથા સાંભળો લેખક રામ મોરી સાથે. અહીં અરણ્યકાંડ સમાપ્ત થાય છે. પ્રભુ રામ શબરીના આશ્રમથી રુષ્યમુક પર્વત તરફ આગળ વધે છે.