લોકકળા અને લોકસંસ્કૃતિના પ્રચારક: જોરાવરસિંહ જાદવ
ગુજરાતની લોક કળાઓ અને લોક કલાકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડનારા જાણીતા લોકકલા પ્રચારક, લેખક, સંશોધક, પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ સાથેનો અત્યંત રસપ્રદ સંવાદ છે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને કળાઓ, કલાકારોને એક મંચ સુધી પહોચાડવા માટે જોરાવરસિંહ જાદવ સાહેબે તેમનું સમગ્ર જીવન સમર્પિત કરીને આજે ગુજરાતને વિશ્વ કક્ષાએ ઓર ગૌરવ અપાવ્યું છે. આજે સાવ નામશેષ થયેલી લોકકળાઓ, તે કલાને જાણનારા કલાકારો રસપ્રદ વાતો આ સંવાદમાં રજૂ થઇ છે. લેખક,સંશોધક અને સંપાદક તરીકે તેમણે ૧૦૦ પુસ્તકોમાં આપણી લોકસંસ્કૃતિ, કળાને ઉજાળી છે. સાંભળો આ સંપૂર્ણ રસપ્રદ સંવાદને માત્ર જલસો પોડકાસ્ટ YouTube Channel પર.