અહલ્યાનાં આશ્રમથી રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે જનકપુર આવ્યા. રામચરિત માનસમાં તુલસીદાસજી વર્ણન કરે છે કે રાજા જનક સહીત આખું મિથિલા રામનું તેજસ્વી રુપ જોઇ અભિભૂત થઇ જાય છે. વાલ્મીકિ રામાયણમાં આ દ્રશ્ય જુદું છે. ઋષિ વિશ્વામિત્ર અને જનકપુરના પુરોહિત શતાનંદજી રાજા જનકને ઋષિ વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણનો પરિચય આપે છે. શતાનંદ ઋષિ વિશ્વામિત્રનાં જન્મથી લઈને તેઓ મહર્ષિ થયા ત્યાં સુધીની કથા કહે છે. શતાનંદ અહલ્યાનાં પુત્ર છે. ત્યારબાદ બાદ રામાયણનો સૌથી સુંદર એવો પુષ્પ વાટિકાનો પ્રસંગ આવે છે. રામચરિત માનસનો પુષ્પવાટિકા પ્રસંગ લોક રામાયણમાં પણ જુદી રીતે તરી આવ્યો છે.
આપણી ભાષાનાં લગ્ન ગીતોમાં પણ રામ અને સીતાનાં વિવાહ પ્રસંગને વર્ણવતા ગીતો આવ્યાં છે, તે ઝલક પણ આ વિડીઓમાં રામ મોરીના મુખે સાંભળશો. પૂર્વ સમયમાં વિવાહની કેવી તૈયારીઓ થતી, કેવા કેવા દાન અને શુકન કરવામાં આવતા તે વાતો રામાયણમાં મળે છે. લોકજીવનમાં એ વાતો હજુયે જળવાઈ છે. ગામડામાં દીકરીનાં વિવાહ લેવાય ત્યારે વેવાઈઓ એક બીજાની પેઢીઓનો પરિચય આપીને ગોળ ધાણા કરે છે તે વાતની ઝાંખી પણ સીતારામનાં વિવાહ પ્રસંગમાં ઉલ્લેખવામાં આવી છે. મોટા ભાઈની દીકરી સાથે નાના ભાઈના દીકરીના વિવાહ અનાયાસે થતા તે વાત ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિનાં વિવાહ દ્વારા સાચી ઠરે છે. ઋષિ વિશ્વામિત્ર અને શતાનંદનાં વિચારને માન આપી રાજા દશરથ અને રાજા કુશધ્વજ રામ સાથે સીતાને, લક્ષ્મણ સાથે ઉર્મિલાનાં, ભરત સાથે માંડવીનાં અને શત્રુઘ્નનાં વિવાહ શ્રુતકીર્તિ સાથે થાય છે.
સંપૂર્ણ રામાયણનાં વધુ એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો જલસો ગુજરાતી મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપ.