રામસેતુના નિર્માણ પાછળ શું છે કથા ચાલો આપણે તેનું રસપાન કરીએ.
સુંદરકાંડમાં આપણે સાંભળ્યું કે સીતાજીનો સંદેશ લઈને શ્રી હનુમાનજી પાછા ફરે છે. આ બાજુ લંકામાં હનુમાનજીના નામનો હાહાકાર થઇ જાય છે. હનુમાનજી માતા સીતાનો સંદેશ શ્રી રામને આપે છે. રામ હનુમાનજીને ભેટી પડે છે. યુદ્ધકાંડની શરૂઆતમાં રામ હવે સુગ્રીવ સાથે લંકા જવા માટેના માર્ગ વિશે ચર્ચા – વિચારણા કરે છે. અંતે ત્રણ ઉપાયોમાંથી સેતુબંધનો વિચાર શ્રી રામને ગમે છે. નલ અને નીલની ખાસ સહાયથી લાખો વાનરો દ્વારા સેતુબંધની રચના કરવામાં આવે છે.
મહેન્દ્ર પર્વતથી શરુ કરીને સુવેલ પર્વત સુધીનો 23 યોજન લાંબો સેતુ વાનરો દ્વારા પાંચ દિવસમાં નિર્માણ પામે છે. રામસેતુના આ નિર્માણની વાર્તા આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આસ્થાની સાથે સાથે એકતા અને સેવાનું આ ખૂબ જ સુંદર ઉદાહરણ છે. સેંકડો વાનરોને દૂર લંકાના કિલ્લા પરથી રાવણ જોઇને અચંબિત થાય છે. અંતે યુદ્ધના એંધાણ બંધાય છે. યુદ્ધની સંપૂર્ણ કથા લેખક રામ મોરીના નોખા અંદાજમાં સાંભળો આ એપિસોડમાં.