રાજભા ગઢવી – લોકસાહિત્યનું સૂર્ય સમાન તેજસ્વી નામ
વર્તમાનમાં લોકસાહિત્યનું સૂર્ય સમાન તેજસ્વી નામ એટલે રાજભા ગઢવી. ગીરના નેસમાંથી બહાર આવેલા અને દેશ-વિદેશમાં જાદુ ફેલાવનારા એટલે રાજભા ગઢવી. તેમની લોકસાહિત્યની વાતો ખૂબ જ લોકપ્રિય છે. યુવાનો ક્યાંક સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા હોય એવું ક્યારેક બનતું દેખાય છે તે વચ્ચે રાજભા ગઢવી દ્વારા થયેલી લોકસાહિત્યની વાતો અને સપાખરાં આજે યુવાનો વચ્ચે જ અતિ પ્રચલિત છે. રાજભા ગઢવી સાથે થયેલા આ સંવાદમાં સાંભળો આવી જ લોકસાહિત્યની અવનવી વાતો જે તમે ક્યાંય નહીં સાંભળી હોય.