રજનીકુમાર પંડ્યા, વરિષ્ઠ ગુજરાતી સર્જક રજનીકુમાર પંડ્યા સાથેના આ સંવાદમાં તેમના સાહિત્ય, અંગત જીવન અને ગુજરાતી સાહિત્યની રસપ્રદ વાતો કરવામાં આવી છે. ‘કુંતી’, ‘પુષ્પ્દાહ’ અને ‘ફરેબ’ જેવી લોકપ્રિય નવલકથાઓ અને ‘કંપન જરા જરા’ અને ‘ચંદ્રદાહ’ જેવી લોકપ્રિય વાર્તાના આ સર્જક તેમની કોલમ ‘ઝબકાર’ના કારણે ઘરે ઘરે જાણીતા બન્યા હતા.
ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક શ્રી રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી છે. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને ઝબકારના તેમના જીવનચિત્રો ગુજરાતી સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે. જીવનની અનેક તડકી છાંયડી જોઈ ચુકેલા આ સર્જકને હજુ પણ એક બાબતનો રંજ છે. એ રંજ અને તેની આસપાસની અનેક વાતો રજનીકુમાર પંડ્યાએ આ સંવાદમાં કરી છે.ગુજરાતી ભાષાના બહુ મહત્વના સર્જક એવા રજનીકુમાર પંડ્યા કેમ કહે છે કે હું અધ્યાપક ન હોવાથી સાહિત્યમાં મને જે માન્યતા મળવી જોઈતી હતી એ ન મળી. સાહિત્યમાં માન્યતા મળવી એટલે શું? અધ્યાપક ન હોવાના કારણે તેમને શું ગુમાવવું પડ્યું? એ વિગતે સાંભળો આ પોડકાસ્ટમાં.