યુદ્ધકાંડ : શ્રીરામ અને રાવણ વચ્ચે થયેલું ધર્મયુદ્ધ
1૨૭ સર્ગનો સાતેય કાંડમાં સૌથી મોટો કાંડ એટલે યુદ્ધકાંડ. ગયા એપિસોડમાં જોયું તે પ્રમાણે લંકામાં યુદ્ધનો આરંભ થઇ ચૂક્યો છે. રાવણના શક્તિ શાળી મંત્રીઓ, તેના પુત્રો, અને કુંભકર્ણનો વધ થઇ જાય છે. રામચરિત માનસમાં તુલસીદાસજી યુદ્ધકાંડને લંકાકાંડ તરીકે ઓળખાવે છે. અંતે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. રામ રાવણની નાભિમાં બાણ મારે છે અને તે જમીન પર ઢળી પડે છે. રાવણ વિભીષણને રાજધર્મનો બોધ આપે છે. રામ આગળ આવી વિભીષણને રાવણનો વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરવાનું કહે છે. એ બાદ રામ વિભીષણને, મંદોદરીને શોક ત્યજી રાજ સંભાળવાનો આદેશ આપી સૌને સાંત્વના આપે છે.
રામે પહેલા પ્રતિકાત્મક રીતે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો જ હોય છે હવે વિધિ વિભીષણનો રાજ્યાભિષેક કરે છે. હનુમાનજી માતા સીતા પાસે શ્રી રામનો વિજય થયો છે તેના સમાચાર આપે છે. રામને મૂળ સીતા જે અગ્નિમાં સમાઈ ગયા હતા તેમને બહાર લાવવા લીલા રુપે માતા સીતાને અગ્નિ પરીક્ષા આપવાનું કહે છે અને રામ-સીતાનું પુનઃ મિલન થાય છે.
અંતે રામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યામાં પાછા ફરે છે. સૌ કોઈ આનંદમાં છે આખી અયોધ્યા પાછી ખુશખુશાલ છે. રામ દરબારમાં શ્રી રામ માતા સીતા સહિત બિરાજે છે તે આખી વાત વિસ્તારથી આ એપિસોડમાં સાંભળો લેખક રામભાઈ મોરી સાથે.