પવિત્ર નવરાત્રીના 9 દિવસો માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ કરવામાં આવે છે. નવલી નવરાત્રીના દિવસોમાં આપણે માતાજીના ગરબાં ગાઈએ છીએ અને ખુબ ગરબે જુમીએ છીએ. હિંદુ ધર્મ વિધાનો મુજબ અલગ-અલગ દેવીઓના પૂજન અને ભક્તિ કરવાં આ પાવન નવ દિવસો ખુબ મહત્વના છે. આ દિવસો દરમિયાન માતાના અલગ-અલગ રૂપનું પૂજન અને અનુષ્ઠાન કરવામાં આવે છે. બીજાં નોરતા પર માતાની બ્રહ્મચારિણીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. તેમણે ભગવાન શંકરને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું. આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે.
નવરાત્રીના ધાર્મિક અને આધ્યત્મિક મહત્વ વિશે તુષાર શુક્લને સાંભળો જલસોના આ વિશેષ ઉપક્રમ ‘જાગતી જયોત જગદંબા’માં.