મહેન્દ્રસિંહ પરમાર ગુજરાતી ભાષાના વિદ્વાન અધ્યાપક છે. વાર્તાકાર અને નિબંધકાર એવા આ લેખક વિધાર્થીપ્રિય છે. તખ્તસિંહ પરમાર જેવા મહાન અધ્યાપકના પુત્ર હોવાથી તેમને સાહિત્યનો વારસો બાળપણથી મળેલો. તેમનો વાર્તાસંગ્રહ પોલીટેકનીક ગુજરાતી સાહિત્યના કેટલાક ખુબ પોંખાયેલા સંગ્રહ પૈકીનો એક છે. એમાંની ‘પોલીટેકનીક’, ‘શીર્ષક હજી નક્કી નથી’, ‘ISI નો હાથ’ કે પછી ‘સાહેબની શોકસભા’ જેવી વાર્તાઓ ખુબ લોકપ્રિય થયેલી વાર્તાઓ છે. તેમનો નિબંધ સંગ્રહ ‘રખડુંનો કાગળ’ કે જેમાં તેમણે બાપુજીને લખેલા પત્રોનો સંગ્રહ છે. અહીં એક અલગ મહેન્દ્રસિંહ પરમાર જોવા મળશે! આ સંવાદમાં તેઓ બાપુજી સાથેના કેટલાક પ્રસંગો સરસ વર્ણવે છે.
