ઉનાળો એ ભારતીય સમાજમાં બાર મહિનાની “મોસમ ભરી લેવાની ઋતુ” છે. કેવો સરસ રૂઢિપ્રયોગ છે! ” મોસમ ભરી લેવી ” એટલે કે આખા વરસ માટે અનાજ અને મસાલા સાચવીને ભરી લેવા. “મસાલા” જેના વગર જીવનનો સ્વાદ લિટરલી ફીકો છે. આ વખતે જમણમાં છે “મસાલા”. એ જે આપણી જીભનો ચટકારો જ નથી પણ આપણી રંગતનો ઝબકારો પણ છે.