રામાયણમાં સ્ત્રીઓએ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. એ માતા સીતા હોય, મંથરા હોય, કૈકયી હોય, ઉર્મિલા હોય, મંથરા હોય કે મંદોદરી. આ બધી સ્ત્રીઓએ પોત પોતાની રીતે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હોય. એમાંથી મંથરા અને કૈકયીની વાત.
બાલકાંડ સમાપ્ત થયો છે અને અયોધ્યાકાંડની શરુઆત થાય છે. રામ અને ચારેય ભાઈઓના વિવાહ થઇ ગયા છે. અયોધ્યામાં સૌ આનંદમાં છે. રાજા દશરથને હવે થાય છે કે રામને રાજ ગાદી આપી દેવી જોઈએ. મંત્રીઓને બોલાવી રાજા દશરથ તેમની સાથે ચર્ચા કરીને રામને યુવરાજ બનાવવાની વાત રાખે છે. સૌ તરત પ્રસન્ન થઈને હા ભણે છે. વાલ્મીકિ રામાયણમાં રાજા દશરથને રામને યુવરાજ બનાવવાની ઉતાવળ કરે છે જાણે તેમને કંઈક ડર સતાવી રહ્યો હોય! રાજા દશરથ રામને બોલાવી રાજાની ફરજો શું છે તે વિસ્તારથી સમજાવે છે.
રામનો રાજયાભિષેક થવાનો છે તે વાત આખા અયોધ્યામાં ફેલાઈ જાય છે. સૌ કોઈ ઉમંગમાં છે. ઋષિ વસિષ્ઠ રામના રાજયાભિષેક માટેની અદ્ભુત તૈયારીઓ કરાવે છે. રામનો રાજ્યાભિષેક થવાનો છે એટલે ઋષિ વસિષ્ઠ રાજા દશરથને રાજ્યના વૃક્ષોમાં રહેલા દેવનું પૂજન કરાવે છે. રાજા દશરથ જેટલા પ્રસન્ન હતા એટલી જ ચિંતા પણ અનુભવી રહ્યાં હતા. તે દ્રશ્ય વાલ્મીકિ રામાયણમાં સ્પષ્ટ થાય છે. દશરથ રાજા રાજ દરબારમાં ઘોષણા કરાવ્યા બાદ રામને તરત પોતાની પાસે બોલાવે છે. રામને રાજ કેમ ચલાવવું તેનો ઉપદેશ આપે છે. રામનાં મિત્રોથી લઈને આખું અયોધ્યા ખુશ છે પણ એક મંથરા રાજી નથી. મંથરાનાં કપટ ભર્યા વચનોથી રામાયણ મહાકાવ્યમાં મોટો વળાંક આવે છે. વિધાતાની ઈચ્છા કે ભાગ્ય કે પછી કર્મ કેટલું પ્રબળ છે તે વાત ચરિતાર્થ થાય છે.
એ સાથે લોક રામાયણમાં રામને વનવાસ મળવાનો છે તે વાત ઉર્મિલા થકી બહુ સુંદર પ્રગટ કરવામાં આવી છે. તે વાર્તા સાંભળો આ એપિસોડમાં લેખક રામ મોરીની આગવી છટામાં. લક્ષ્મણનો ઉગ્ર સ્વભાવ જેમ શિવધનુષ ભંગ વખતે આપણે જાણ્યો તેમ તેની પુષ્ટિ રામને વનવાસ મળે છે ત્યારે પણ નજરે ચડે છે. ઋષિ વાલ્મીકિ બહુ નાની નાની વાતોનું સુંદર વર્ણન કરે છે. ઠેર ઠેરથી લોકો રામના રાજ્યાભિષેક માટે આવી ગયા છે. કોઈ કંઈ સમજી શકે એ પહેલા તો રામ રાજા દશરથની આજ્ઞા જાણીને સીધા માતા કૌશલ્યા પાસે અનુમતિ લેવા નીકળી પડે છે, તે પછી સીતાજીને મળે છે.
આપણે ત્યાં બે શબ્દો આવ્યાં ‘મંથરા વાણી અને કૈકયી કાન’ આ શબ્દો લોક માનસમાં કેમ આવ્યાં? તે વાત આ એપિસોડમાં જાણવા મળશે. રામને વનવાસ કેમ મળ્યો તેનું એક કારણ માતા સીતા પણ રામ સામે ખૂલી કરે છે તે વાત શું હશે? રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ જવા નીકળ્યા ત્યારે રાજા દશરથ, રાણી કૌશલ્યા, સૌ કોઈની મન: સ્થિતિ કેવી છે તે જાણશો સંપૂર્ણ રામાયણનાં આ વિડીઓમાં લેખક રામ મોરી સાથે.
રામાયણનાં સંપૂર્ણ એપિસોડ સાંભળો જલસો એપ પર.
www.jalsomusic.com