શુદ્ધ દેશી સંવાદમાં હાલમાં જ ગુજરાતી સિનેમા ઘરોમાં રીલીઝ થયેલી “બિલ્ડર Boys”ની સ્ટારકાસ્ટ રોનક કામદાર, એષા કંસારા અને શિવમ પારેખ સાથે ઘણી રસપ્રદ વાતો થઇ. “નામની સાથે સાથે આ ફિલ્મની સ્ટોરીમાં પણ શું છે નવીન?” એ પ્રશ્નના જવાબની સાથે સાથે ફિલ્મના પાત્રો, વાર્તા કઈ રીતે ઘડાયાં તેમજ સ્ટારકાસ્ટ સાથે થયેલી રમૂજી વાતોને સાંભળો આ જલસોના સંવાદમાં.
