પ્રિયા સરૈયા એ બોલીવુડથી લઈને ગુજરાતી સંગીત માટે ખૂબ જ પ્રસિદ્ધ થયેલું નામ છે. તેમણે અનેક Bollywood Movies ના સુંદર Lyrics લખ્યા છે જેમકે ‘Shor in the City’ ફિલ્મનું અત્યંત ફેમસ ગીત ‘Saibo’ કે પછી ‘ABCD’ ફિલ્મનું ‘Bezubaan’ ગીત અને એવા તો અનેક ગીતો તેમણે લખ્યા છે અને અનેક અદ્ભુત ગીતોમાં તેમણે તેમનો સ્વર આપ્યો છે.
આપણે સૌએ ચોક્કસથી ક્યારેક ના ક્યારેક તેમના લિખિત અથવા તેમના સ્વરમાં ગવાયેલા ગીતો સાંભળ્યા જ હશે અને તેમાં મંત્રમુગ્ધ થયા જ હોઈશું. પ્રિયા સરૈયાએ શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લીધી છે, નાનપણથી કલ્યાણજી-આનંદજી જેવા દિગ્ગજ કલાકારો સાથે પરફોર્મ કર્યું છે અને તેમની પાસેથી શીખ્યા પણ છે. સાથે સાથે Western Musicની પણ પદ્ધતિસર તાલીમ તેમણે લીધી છે.
પ્રિયા સરૈયાએ ગુજરાતી સંગીતને આજના યુવાન સુધી પહોંચાડવામાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે ‘વારસો’ થકી. અને હવે તેની 3rd Season આવી રહી છે. ‘વારસો’ મૂળે ગુજરાતી ગીતો, લોકગીતોને એક નવા સ્વરૂપે રજૂ કરતો કોન્સેપ્ટ છે. ગુજરાતી ભાષા માટેનું Coke Studio તેવી પણ તેને ખ્યાતિપ્રાપ્ત છે.
ગુજરાતી સંગીત આ વારસો થકી એક નવા સ્વરૂપે આવે છે જેમાં તેનું મૂળ તો સચવાય જ છે અને સાથે સાથે આધુનિક સંગીતની સાથે સુંદર મેળાપ થાય તેવું Perfect Fusion તૈયાર કરવામાં આવ્યું છે. તેની 1st & 2nd Season ખૂબ જ લોકપ્રિય થયેલી છે.
આ 3rd Season માં પણ Aditya Gadhvi, Shankar Mahadevan, Shreya Ghoshal, Bhavnaben Labadiya, Geeta Rabari, Aghori Muzik સાથેના ગીતો આવ રહ્યા છે. ‘વારસો’ માં મૂળે ગુજરાતી લોકગીતો અને સાથે સાથે પ્રિયા સરૈયાએ ખુદે લખેલા સુંદર ગુજરાતી ગીતો સમાહિત થાય છે. આ સંવાદમાં તેમણે પોતાની સંપૂર્ણ Music Journey વિશે તેમજ ‘વારસો’
વિશેની રસપ્રદ વાતો કરી છે. આ સંવાદ જરૂરથી સાંભળજો, ગુજરાતી સંગીત માટે, ગીત-સંગીત માટે તમને અનેક નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. જુઓ સંપૂર્ણ સંવાદ માત્ર Jalso Podcast પર.