ગુજરાતી કવિતાનું એક નોંધપાત્ર નામ એટલે કવયિત્રી પારુલ પારુલ ખખ્ખર. તેમની કલમથી એકથી એક ધારદાર રચનાઓ ફૂટી છે. જલસોના સાતમા વર્ષની ઉજવણીના ભાગ રુપે આ વર્ષે જલસો દ્વારા કવિતાભરી સાંજ નામે એક સુંદર મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ મુશાયરાની શરુઆત ગુજરાતી ભાષાના જાણીતા કવયિત્રી પારુલ ખખ્ખર થઈ. ગુજરાતી ભાષાના આ કવયિત્રી ગીત, ગઝલ, અછાન્દસ અને મરશિયાં એ બધા જ સ્વરૂપમાં બહુ તેજ ધારે કલમ ચલાવે છે. એ ‘ગુલમહોરનું મરશિયું’ હોય કે ‘ તારે બોલવાનું નહિ’ જેવી રચના હોય. તેમની કલમમાં એક આક્રોશ દેખાશે. ગુજરાતી ભાષાના આ ઉમદા સર્જકની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ માણો કવિતાભરી આ સાંજે. ઢળતી સાંજે કવિતાનું પઠન એક અલગ જ અનુભવ કરાવે. અમારો એ અનુભવ બહુ જ સરસ રહ્યો.આપને પણ આનંદ થશે.