નરેશ કનોડિયાના સુપુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર છે. જલસોના આ પોડકાસ્ટમાં તેઓ તેમની ફિલ્મી કરિયર વિષે વિગતે વાત કરે છે. નરેશ કનોડિયાના સ્ટારડમની હિતુ કનોડિયાને ક્યારે ખબર પડી? એ જવાબમાં તમને રસ છે એ જવાબ તમને જલસોના પોડકાસ્ટ આ વિડીયો જોતા મળશે. એક ફિલ્મની રીલીઝ હતી અને નરેશ કનોડિયા એક થીએટરમાં ગયેલા. સાથે હિતુ કનોડિયા પણ હતા. અને ત્યાં જે દ્રશ્ય જોયું એ પછી ખબર પડી કે પાપા કેટલા મોટા સ્ટાર છે. એ આખી ઘટના તેમના મુખે સાંભળો.
