નરસિંહ મહેતા આદિકવિ, ગુજરાતી ભાષાના આદ્યકવિ એવા નરસિંહ મહેતા આજેપણ દરેક ગુજરાતીના કંઠે ગવાય છે. નરસિંહ મહેતાના 18મી પેઢીએ વંશજ એવા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય ગઝલકાર જવાહર બક્ષી આ વિડીયોમાં નરસિંહ મહેતાના સમયની ભાષા, એ સમયની ભક્તિ આંદોલનની ભૂમિકા અને ગુજરાતી સમાજની વિસ્તૃત વાત અહીં કરે છે. આયુના છઠ્ઠા દાયકે આંકડાના માણસ એવા જવાહર બક્ષી નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા એ વિષય પર મહાશોધનિબંધ લખીને PhDની ડીગ્રી મેળવે છે. તેથી તેઓ નરસિંહ મહેતા વિશે વાત કરવા માટેના અધિકૃત વક્તા પૈકીના એક છે. તેમણે નરસિંહ મહેતા પર અગાઉ થયેલા સંશોધન વિષે પણ વાત કરી છે.
પરંતુ વિશેષ વાત તો એ કે નરસિંહ મહેતા આદિકવિ શા માટે કહેવાયા? એ છે. શું તેમના પહેલા કોઈ કવિઓ નહોતા થયા? ગુજરાતી ભાષાના સ્વરૂપ એ સમયે કેવું હતું? નરસિંહ મહેતાની કવિતા બાદ ગુજરાતી ભાષામાં કેવા કેવા પરિવર્તન આવ્યા? નરસિંહ મહેતા વિશેનો સમગ્રલક્ષી ખ્યાલ તમને આ વિડીયોમાં મળશે. સૌપ્રથમ આ વિડીયો માણો. ત્યારબાદ તેમની કવિતાઓ વિશે પણ વિડીયો આવશે. ત્યાં સુધી નરસિંહ મહેતાના જીવન વિશેનો આ સુંદર વિડીયો.