ડૉ. માણેક પટેલ સેતુ વ્યવસાયે દંતચિકિત્સક છે પરંતુ તેમનો અમદાવાદ શહેર માટેનો પ્રેમ કદાચ તેમની પહેલી ઓળખ છે. સવા છસ્સો વર્ષને આરે પહોચેલા અમદાવાદ શહેરની બદલાતી તસવીરને તેમણે શબ્દોમાં ઉતારી છે અને એક દળદાર ગ્રંથ અર્પણ કર્યો છે. આ ગ્રંથનું નામ છે ‘અમદાવાદ ગૌરવ ગાથા’. તેઓ લેખક, સંશોધક, નિર્માતા છે. અમદાવાદ શહેર પર અને ગાંધીજી વિષયક તેમના દસેક પુસ્તકો છે. આ સિવાય તેઓ ચારેક દસ્તાવેજી ફિલ્મના નિર્માતા છે. અમદાવાદ શહેર માટે અતિશય લગાવ હોવાથી exploring ahmedabad as never before મિશનને લઈને તેમણે અમદાવાદ ફાઉન્ડેશનની સ્થાપના કરી.આવા વરિષ્ઠ સંશોધક ડૉ. માણેક પટેલ સેતુ સાથેના આ સંવાદમાં અમદાવાદ વિશેની અજાણી વાતોને સાંભળશો.જામા મસ્જીદ, જૂલતા મિનારા, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ,પોળ વિશેની માહિતી તેમનાં પાસેથી આ સંવાદમાં મળશે.વધુમાં અમદાવાદ શહેરને world heritage city નો દરજ્જો કેવી રીતે મળ્યો અને અમદવાદ વોલ સિટી કહેવાય છે તે રસપ્રદ વાતો સાંભળો આ વિડીઓમાં