શક્તિ ઉપાસના પરંપરામાં માના ત્રણ મુખ્ય રુપ છે- મહા લક્ષ્મી, મહા સરસ્વતી ને મહા કાલી. લક્ષ્મી ધનની દાતા, સરસ્વતી વિદ્યાદાયિની ને મહાકાલી એના દુરુપયોગ કરનારને ડારનારી. મહાકાલી એ માનુ રુદ્ર રુપ છે.
નારીના રમ્ય રુપની સાથે જ રુદ્ર રુપની કલ્પના કરનારા ઋષિમુનિઓ બહુ જ સ્પષ્ટ હતા નારી સન્માન વિષે. રમ્યની રક્ષા કાજે રમ્યનું જ એક રુપ રુદ્ર છે. દેવીભક્ત પ્રાગદાસ વિરચિત ચોસઠ જોગણીનો ગરબો(જે બીજે નોરતે ગવાય) એમાં વળી એક પંક્તિ એવીય છે : અડસઠ જોગણી અયોધ્યામાં ગવાય જો!… ‘જાગતી જ્યોત જગદંબા’ with Shri Tushar Shukla