આપણી કથાઓમાં વિવિધ દેવ દેવીઓનાં વર્ણન આવે છે. આમ તો તેત્રીસ કરોડની સંખ્યાના ઉલ્લેખ છે. અલબત્ત એટલાં નામ ગણાવ્યા હોય એવું જાણમાં નથી.
આમ તો ત્રિદેવ મુખ્ય- બ્રહ્મા , વિષ્ણુ ને મહેશ. ને એમની ત્રણ શક્તિનાં રુપ એટલે મહા સરસ્વતી, મહા લક્ષ્મી ને મહાકાલી. એ ત્રણ મહાદેવીઓની ચોસઠ બેની , સહિયર , જોગણી. એમનાં જૂદા જૂદા વિસ્તારમાં થાનક ને એમની રોત પોતાની કથા.
– Tushar Shukla