જશવંત ગાંગાણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ પ્રતિષ્ઠિત દિગ્દર્શકોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતી સિનેમાની નોખી જ આભા ઉભી કરનાર, ગુજરાતી સિનેમાને એક અમર કહી શકાય એવી ફિલ્મ આપનારા દિગ્દર્શક એટલે જશવંત ગાંગાણી. આ ફિલ્મનું નામ છે – ‘મૈયરમાં મનડું નથી લાગતું’. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતની સુપરહિટ ફિલ્મ છે.આ ફિલ્મનાં ડિરેક્ટર એટલે જશવંત ગાંગાણી. જશવંત ગાંગાણી ફિલ્મ ડિરેકટર સાથે સાથે કવિ, લેખક, મ્યુઝિક કમ્પોઝર, ગીતકાર છે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં તેમને ગીતો લખ્યાં છે અને તેની ધૂનો તૈયાર કરી છે. વીર બાવાવાળો, મન સાયબાની મેડીએ, મૈયરમાં મનડું નથી લાગતું જેવી અદ્ભુત ફિલ્મોનું તેમને દિગ્દર્શન કર્યું છે. પોતાને મળેલ આ પ્રતિભા, કળાને તેઓ GODGIFT માને છે. આવ અનુભવી, વરિષ્ઠ દિગદર્શક સાથેનો આ સંવાદ તમને ગુજરાતી સિનેમાનાં ૨૦૦૦ નાં દોરમાં પાછો લઇ જશે. ગુજરાતનાં જૂનાં ફિલ્મ સ્ટૂડિયો અને ખાસ તો હિતેનકુમાર સાહેબ, હિતુ કનોડિયા, રોમા માણેક અને હિન્દી ફિલ્મ જગતનાં દિગ્દર્શકો સાથેના તેમનાં અનુભવો સાંભળવાની મજા પડશે.