‘ઘોર અંધારી’ એ ગુજરાતનું અતિ પ્રચલિત લોકગીત છે. ગુજરાતના મોટા ભાગના સમાજમાં રાંદલ તેડવાનો રીવાજ છે, એ પ્રસંગે ગવાતો આ ગરબો જલસોએ રીક્રિયેટ કર્યો છે. જલસોના ઓરીજનલ ગરબામાં ‘જલસો નવરાત’ ‘ગરબા લાઉન્જ’ અને ‘જલસો અનપ્લ્ગ્ડ’ બાદ આ નવરાત્રીએ પ્રસ્તુત છે આ ગરબો ‘ઘોર અંધારી’ જેને સ્વર આપ્યો છે ગુજરાતી સંગીતના ઉભરતા ગાયિકા પાયલ શાહે અને મ્યુઝીક આપ્યું છે, જલસો ટીમના હોનહાર કલાકાર નિશીથ ધીનોરાએ અને સાઉન્ડ મિક્ષીંગ દિવ્યાંગ હિંગુએ કર્યું છે.
જલસોના લોકપ્રિય ઓરીજનલ ગરબામાં આ ગરબો નવરાત્રીમાં ધૂમ મચાવી રહ્યો છે ત્યારે જલસોના અન્ય ગરબા પણ સાંભળો.