ગુજરાતી Music Industryમાં શું બનશે?
પાર્થ ઓઝા નામ સંભળાય એટલે તરત જ નવરાત્રિમાં તેમના સ્વરે ગવાતા સુંદર મજાના Traditional ગરબા અને તેમની એ Superb Energy તરત જ યાદ આવી જાય. પાર્થ ઓઝા એ આપણા ગુજરાતી સંગીતનું ખૂબ જ લોકપ્રિય નામ છે, માત્ર લોકપ્રિય જ નહીં પરંતુ અતિ કર્ણપ્રિય પણ. હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતની તાલીમ પછી ગુજરાતી સુગમ સંગીત, ગઝલ, ગરબા ને તેવા બધા જ Music Forms માં તેઓ ખૂબ જ જાણકાર અને પ્રસિદ્ધ છે. દેશ-વિદેશમાં તેમના દ્વારા ગવાતા ગરબાનું તો ખૂબ વિશાળ Fan Following છે. લગ્નપ્રસંગોમાં પણ તેમના Performances નો અલગ જ Craze છે. તેઓ શું માને છે આજના ગુજરાતી સંગીત વિષે? તેમના માટે આજના દિવસોમાં થતી નવરાત્રિ હજી પણ શું એતળી જ મજાની હોય છે? કઈ રીતે તેઓ કરે છે રિયાઝ? ‘રાજાધિરાજ’ Musical Play નો કેવો રહ્યો અનુભવ? જાણો આવી અનેક મજાની વાતો જલસોના આ Special Podcast માં.