ગુજરાતી વાનગીઓ કેમ આટલી ફેમસ છે? જાણો તે દિલીપ ઠક્કર સાથે
દિલીપ ઠક્કર, અમદાવાદની જૂની અને જાણીતી રેસ્ટોરન્ટ – ગોપી ડાયનિંગ હોલનાં કો-ફાઉન્ડર છે. ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી થાળી ત્રણેય પોતપોતાની રીતે અલાયદા છે, વિશ્વવિખ્યાત છે. ગુજરાતી ભાણામાં ઋતુ પ્રમાણેની વિવિધ વાનગીઓ છે. ખાખરા, ઢોકળા, ફાફડા, જલેબી, ખમણ, ખાંડવી, પાતરા, ફૂલવડી, ગાઠીયા ચોળાફળી અને કેટલાય એવા ફરસાણ જે આપણા ખાનપાનનો હિસ્સો છે. ઋતુઓ અને તહેવારો પ્રમાણે ગુજરાતી ભાણું હરહંમેશ રસ અને સ્વાદથી ભરપૂર રહ્યું છે. કેફે કલ્ચરના જમાનામાં ગુજરાતી થાળી યુવાપેઢીને ઓછી પસંદ પડે છે?, માર્કેટમાં ફૂડ વિશેનાં બદલાતા અભિગમો અને ખાણીપીણી વિશેની રસપ્રદ વાતો સાંભળો આ પોડકાસ્ટમાં અને શેર કરો આપના પ્રતિભાવો.