For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો?

ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો?

વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાને લોકોએ ક્યાંક ડાબે હાથે મૂકી દીધી છે. પણ ખરેખરમાં તો મા, માતૃભૂમિ અને માતૃભાષા આપણા સૌના જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે કે જેમના વગર આ ધરતી ઉપર જીવવું મુશ્કેલ બને છે. તો કેમ લોકો ગુજરાતી ભાષા માટે સંવેદનશીલ નથી? અંગ્રેજી ભાષા ખરેખરમાં ગુજરાતી કરતા અઘરી છે, પરપ્રાંતીય છે તેમ છતાં આપણે કેમ તે ભાષાને શીખવા-જાણવા માટે વધુ ઉત્સુક હોઈએ છીએ? તો ચાલો જાણીએ આપણી ગુજરાતી ભાષા વિષે થોડું વધુ નજીકથી. ડૉ. રક્ષા દવે ગુજરાતી ભાષાના ખૂબ જ લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે તેમજ ગુજરાતી ભાષાના શિક્ષિકા છે. તેમના દ્વારા શીખવાડવામાં આવતું ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ વિદ્યાર્થીઓ અને સાથે સાથે દરેક ગુજરાતી વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી પણ છે અને રસપ્રદ પણ. તેઓ ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે સાથે સાથે લોકોને ગુજરાતી ભાષા માટે જાગૃત કરે છે. તેઓ માને છે કે માતા-પિતા, શિક્ષકો, સરકારી યોજનાઓ અને લોકોની ગુજરાતી ભાષા માટેની ઓછી સંવેદના કઈ રીતે આપણા સૌના જીવનમાં અસર કરી રહી છે.

ગુજરાતી ભાષાને જાણવા માટે, સમજવા માટે, શીખવા માટે આ પોડકાસ્ટ અત્યંત જરૂરી તો છે જ સાથે સાથે ખૂબ જ રસપ્રદ અને સચોટ પણ. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ આજે જ અને જાણો ગુજરાતી ભાષાને થોડુંક વધુ નજીકથી.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz