ગુજરાતી ફિલ્મો હાલમાં શું સ્થાન ધરાવે છે અને તેમાં કેમ Magic Create નથી થતું તે વાતને લેખક-દિગ્દર્શક ચિન્મય પુરોહિત ખૂબ જ સચોટ રીતે આ પોડકાસ્ટમાં સમજાવે છે.
ચિન્મય પુરોહિત ખૂબ જ પ્રસિદ્ધ અને અનુભવી દિગ્દર્શક-લેખક છે. તેમણે અનેક નાટકો, બોલીવુડ ફિલ્મો, પ્રચલિત TV serials તેમજ ખૂબ જ સુંદર ગુજરાતી ફિલ્મો આપી છે. કલા માટે તેઓ ખૂબ જ જનુની અને કલાકાર તરીકે ખૂબ જ સચોટ છે. તેમની “ઓક્સીજન” ગુજરાતી ફિલ્મ અનેક ભાષાઓમાં અનુવાદ થયેલી છે. તેમજ થોડાં જ સમયમાં તેમની “વાર તહેવાર” ફિલ્મ આવી રહી છે. વર્તમાનમાં રહીને તેઓ આવનારા સમયને પોતાની વાર્તામાં ખૂબ જ અદ્ભુત રીતે ઉતારે છે. બોલીવુડના ખૂબ જ નામાંકિત દિગ્દર્શક કુંદન શાહ સાથે તેમણે કામ કર્યું છે. તેમનો ફિલ્મો અને નાટકો માટે નો જુસ્સો, આજની પરિસ્થિતિને લઈને અંજપો તેમજ તેમના જીવનની સાથે સંકળાયેલા અનેક રસપ્રદ અને મજેદાર કિસ્સાઓને સાંભળો આ podcastમાં.