કૌશિક ઘેલાણી જંગલના કેટલાક અજાણ્યા રહસ્યો આ પોડકાસ્ટમાં શેર કરે છે. તેઓ એક વ્યવસાયી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. ભારતના સૌથી પ્રસિદ્ધ નેશનલ પાર્ક જીમ કોર્બેટ અને ભારતમાં આવેલા બીજા નેશનલ પાર્ક અને અભયારણ્યો વિશેની વિગતે વાત કરતો આ સંવાદ છે. કૌશિક ઘેલાણી એ કરેલ પ્રવાસના અનુભવો અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિશેની રસપ્રદ વાતો આ સંવાદમાં સાંભળવા મળશે. જલસો પર Lens & gypsy નામનાં પોડકાસ્ટમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વાઘ હોય કે સિંહ આપણે તેની નજીક તેમનાથી પ્રામાણિક અંતર રાખીએ એ સ્વાભાવિક છે પરંતુ આ પોડકાસ્ટમાં વાઘ – વાઘણનાં સ્વભાવ અને તેમના જીવવાની, રહેવાની વાતો સાંભળશો ત્યારે પ્રાણીઓ માટેની સંવેદના ઔર વધશે.
