ઉત્તરકાંડ : રામાયણનો અંતિમ ભાગ
રામ રાજા બને છે એવા તરત દૂર દૂર દેશોમાંથી રાજાઓ, ઋષિ- મુનિઓ, દેવો શ્રી રામને મળવા આવે છે. એમાં સપ્તર્ષિઓ અયોધ્યામાં પધારે છે અને રામની વંદના કરે છે. સભામાં ઋષિઓ શ્રી રામે જે રાક્ષસો, રાવણનો વધ કર્યો તેમના ઉત્પત્તિની કથા માંડે છે.
એ પછી માતા સીતા સગર્ભા થાય છે અને રામ માતા સીતાનો બીજી વાર ત્યાગ કરે છે. માતા સીતાને ખબર પણ નથી લક્ષ્મણજી માતા સીતાને મૂકવા જાય છે ત્યારે એમને ખબર પડે છે. રામાયણના કરુણ દ્રશ્યોમાનું એક આ દ્રશ્ય ઉત્તરકાંડ માં આવે છે. માતા સીતા ઋષિ વાલ્મીકિના આશ્રમ પહોંચે છે ત્યાં જ લવ અને કુશનો જન્મ થાય છે.
અત્યંત તેજસ્વી અને પ્રજ્ઞાવાન લવ અને કુશને ઋષિ વાલ્મીકિ બ્રહ્માજીના આદેશથી રચવામાં આવેલી રામાયણ મહાકાવ્ય કંઠસ્થ કરાવે છે. વીણા વાદન સાથે બંને ભાઈઓ એક ગામમાંથી બીજા રામાયણનું ગાન કરે છે ખૂબ પ્રશંસા પામે છે.રામાયણનું ગાન કરતા તે અયોધ્યા પહોંચે અને રામના કાનમાં રામચરિતના સુંદર શ્લોકો પડે છે પ્રભુ બંને ભાઈઓને પોતાના મહેલમાં લાવે છે.એ રીતે રામાયણની શરુઆત થાય છે.
ત્યાં જ પછી ઋષિ વાલ્મીકિ માતા સીતાને પણ રામે યોજેલા અશ્વમેધ યજ્ઞમાં લાવે છે. અંતે માતા સીતા ધરતીમાં સમાઈ જાય છે. એ પછી રામ પણ સરયુ નદીમાં પોતાની નિજ વિભૂતિઓ સાથે સરયુમાં પ્રવેશી સ્વધામ પધારે છે. લેખક રામ મોરીએ સંપૂર્ણ રામાયણ સાથે પુરાણની, લોકકથાઓની, સાહિત્યની અદ્ભુત વાર્તાઓ આ બધા જ એપિસોડમાં પોતાની અનોખી શૈલીમાં અભિવ્યક્ત કરી છે.