આયુર્વેદની સચોટ જાણકારી અને ઉપયોગો દેવાંગી જોગલ સાથે
આયુર્વેદ એ સારવાર માટેનું અતિપ્રાચીન અને પ્રચલિત વિજ્ઞાન છે. તેના માટે અનેક મંતવ્યો, માન્યતાઓ લોકો વચ્ચે રહેલી છે. સાંભળો આ સંપૂર્ણ પોડકાસ્ટને જેમાં આયુર્વેદ માટેની તમારી દરેક માન્યતાઓ તેમજ પ્રશ્નો એકદમ દૂર થઇ જશે. આયુર્વેદ એ ચમત્કારોનું નહીં પરંતુ સંશોધન થયેલું ખૂબ જ સચોટ વિજ્ઞાન છે. કઈ રીતે આ આયુર્વેદને સમજવું, આયુર્વેદિક દવાઓ કઈ રીતે ગ્રહણ કરવી, સારા સ્વાસ્થ્ય માટે રોજીંદા જીવનમાં શું શું ધ્યાન રાખવું અને આવા દરેક પ્રશ્નોના ઉકેલ સાંભળો આ સુંદર-સચોટ, અદ્ભુત પોડકાસ્ટમાં. ડૉ. દેવાંગી જોગલ આયુર્વેદના ખૂબ જ પ્રચલિત ડોકટર છે. જોગી આયુર્વેદિકના તેઓ સંસ્થાપક છે. આયુર્વેદિક સારવાર કરવી, ઉપચાર કરવા તેમજ તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે તેઓ સતત કાર્યરત છે. Social Media Platforms ઉપર પણ લોકોને સરળ ભાષામાં આયુર્વેદ માટેની તેઓ સચોટ માહિતી પૂરી પાડે છે.