આધુનિક ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખિકાઓમાં મોખરે આવતું નામ એટલે દેવાંગી ભટ્ટ. તેમની ‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘ધર્મો રક્ષતિ’, ‘પર્સેપ્શન’, ‘ત્વમેવ ભર્તા’, ‘એક હતી ગુંચા’, ‘અશેષ’ અને બીજી અનેક રચનાઓ વાચકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આધુનિક સમયને સાંકળતી અને ખૂબ જ નવીન તેમજ શ્રેષ્ઠ પાત્રોને ધરાવતી તેમની નવલકથાઓ ગુજરાતી ભાષામાં મોખરાનું સ્થાન ધરાવે છે. નવલકથાઓ સિવાય નાટકો ને કવિતાઓમાં પણ તેમણે ખૂબ જ સુંદર સર્જન કર્યા છે. પ્રામાણિકતા અને નિખાલસતા તેમના લખાણ અને તેમની વાતોમાં સ્પષ્ટ અને સુંદર રીતે અનુભવી શકાય છે. જલસો સાથેના આ સંવાદમાં પોતાના લેખન અનુભવો વિષે, ગુજરાતી સાહિત્ય વિષે તેમજ અન્ય ઘણી રસપ્રદ વાતો અને કિસ્સાઓ વિષે તેઓ વાત કરે છે. સાંભળો આ સંપૂર્ણ સંવાદને માત્ર Jalso Podcast YouTube Channel પર.