અમે મહિયારા રે…. ગોકુળ ગામના.. ઉષા મંગેશકર અને પ્રફુલ દવેના અવાજમાં આ ગીત ગુજરાતમાં ઘરે ઘરે ગુંજતું ગીત છે. નવરાત્રીમાં આ ગીત ખેલૈયાને મન મુકીને નાચવા મજબુર કરે છે. જલસોના Unplugged વર્ઝનમાં આ ગીત કુશલ ચોકસીએ બહુ સુંદર રીતે ગયું છે. મૂળ તો આ ગીત ગૌરાંગ વ્યાસે કમ્પોઝ કરેલું છે પરંતુ આ Unplugged વર્ઝન કુશલ ચોક્સીના કમ્પોઝીશનમાં બહુ સુંદર રીતે પ્રસ્તુત થયું છે.