અમે દરિયો જોયોને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયોને તમે યાદ આવ્યાં
આ સુંદર કાવ્ય રચાયાનો પ્રસંગ ખૂબ રસપ્રદ છે, કવિ ભાગ્યેશ જહા આ કાવ્ય વિશે જણાવે છે કે તેમને આ કાવ્ય રચવાની પ્રેરણા કવિ હરિન્દ્ર દવેની ખૂબ પ્રસિદ્ધ રચના ‘પાન લીલું જોયુંને તમે યાદ આવ્યાં’ તેનાં પરથી આવેલી. વધારે રસપ્રદ વાત તો એ છે કે, ભાગ્યેશ જહા આ સુંદર કવિતા કવિ હરિન્દ્રને સંભળાવેલી. કવિ ભાગ્યેશ જહાંની વધુ કવિતાઓ સાંભળો જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર.