અમદાવાદ સાથે દેવી લક્ષ્મીનો ખાસ ઈતિહાસ રહ્યો છે અને એ ઈતિહાસનું સુચન કરતી એક કહાણી છે. એક વાર સિદ્દીકી કોટવાલ નામનો દ્વારપાળ અહેમદશાહના કિલ્લાની રક્ષા કરતો ઉભો હતો ત્યારે મધ્યરાત્રીએ એક સુંદર સ્ત્રી મહેલની બહાર નીકળતી દેખાઈ. સિદ્દિકિ કોટવાલે તે સ્ત્રીને રોકી અને એ સ્ત્રીની આભા જોઇને સિદ્દીકી કોટવાલ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી.
આ સ્ત્રીને કોઈ પણ હિસાબે મહેલની બહાર જતા રોકવી પડશે. તેથી સિદ્દીકી કોટવાલે સ્ત્રીને કહ્યું કે, ‘હું તમને જવા દઈશ પણ તમે મને વચન આપો કે જ્યાં સુધી હું બાદશાહની આજ્ઞા લઈને ન આવું ત્યાં સુધી તમે અહીંથી નહિ જાઓ.’ આટલું કહીને સિદ્દીકી કોટવાલે મહેલની અંદર જઈને આત્મહત્યા કરી લીધી કારણે કે જો એ આજ્ઞા લઈને બહાર જશે તો એ સ્ત્રી ત્યાંથી ચાલી જશે. એટલે એ સ્ત્રીને હંમેશ માટે ત્યાં રોકી રાખવા સિદ્દીકી કોટવાલે પોતાના જીવનું બલિદાન આપ્યું. આજે એ કોટવાલે આપેલા બલિદાનના કારણે અમદાવાદ આબાદ સમૃદ્ધ છે.