અમદાવાદ શહેર. આ શહેરનું નામ લેતા સૌથી પહેલા કવિ જવાહર બક્ષીનો શેર યાદ આવે.
સાચા જ પાડવા હોય તો એક જ ઉપાય છે
આંખો ઉઘાડી રાખ કે સપનાનું શહેર છે.
શહેરનો જન્મદિવસ. આપણા અમદાવાદનો જન્મદિવસ. જેમ આપણા જન્મદિવસ પર આપણો પરિવાર આપણા નાનપણથી લઈને જે તે ઉંમર સુધીની યાદો વિષે વાત કરે છે. તો આપણા શહેર વિષે કેમ નહીં? કારણ કે આપણે જ અમદાવાદ શહેરનો પરિવાર છીએ અને એટલે જ ‘અમદાવાદ તું પ્રેમ છે…’
અમદાવાદ એ શહેર નથી, એ લાગણી છે,શરીર છે .આ શરીરની નસો સમા રસ્તા જે સતત ધબકતા રહે છે. આ શહેરની ધોરીનસ સમા રસ્તાઓ પરનો રૂટ જે લગભગ દરેક અમદાવાદીએ જોયો હોય એ રસ્તાની અજાણી વાત, આ જોયા બાદ તમે પણ કહેશો અમદાવાદ તું પ્રેમ છે.