જલસોના લિસનર્સ નૈષધ પુરાણીના શબ્દોના કાયલ છે. પછી એ મહેફિલ વિથ નૈષધ હોય, નાટક હોય કે ગીત. તેમણે લખેલો ગરબો અજવાળી રાતો જલસોના સૌથી પોપ્યુલર ટ્રેકસમાં સામેલ છે. અજવાળી રાતો એ જલસો નવરાતના 12 ગરબા પૈકીનો એક ગરબો છે જેનું અમે Unplugged વર્ઝન તૈયાર કર્યું છે. આ ગરબાને ગુજરાતની કોકિલકંઠી ગાયિકા ગાર્ગી વોરાનો સ્વર સાંપડ્યો અને રચાયો આ અદ્ભુત ગરબો. તમે પણ માણો.
