વિપુલ મહેતા એ ગુજરાતી નાટકના બહુ પ્રતિષ્ઠિત નાટ્યકાર છે. તેમની ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ગુજરાતી થિયેટરથી લઈને હિન્દી સિરિયલો, ફિલ્મો સુધી પોતાની સફરનાં અનુભવો વ્યક્ત કરતા ખૂબ જાણીતા ડિરેક્ટર વિપુલ મહેતા આ સંવાદમાં તેમનો ગુજરાતી થિયેટરનાં અનુભવી કલાકારો, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ કલાકરો સાથેનો અનુભવ જણાવે છે. ખાસ તો સુપરહિટ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મ કેવી રીતે બની તે સંવાદ સાંભળવાની મજ્જા પડશે. એક સમયની લોકપ્રિય સિરિયલ ‘ક્યૂ કિ સાસ ભી કભી બહૂ થી’ લેખક તરીકેની તેમની સફરનાં વળાંકો અને તેની સફળતાની વાતો સાંભળો આ સંવાદમાં.
