લોક રામાયણ સામાન્ય લોકોની રામાયણ છે. વિશ્વભરમાં રામાયણના અલગ અલગ વર્ઝન જોવા મળે છે. એ રીતે લોક રામાયણ પણ ખુબ પ્રચલિત છે. લોક રામાયણની કથા મુજબ અહલ્યાનાં આશ્રમથી રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વમિત્ર સાથે જનકપુર આવ્યા. રામચરિત માનસમાં તુલસીદાસજી વર્ણન કરે છે કે રાજા જનક સહીત આખું મિથિલા રામનું તેજસ્વી રુપ જોઇ અભિભૂત થઇ જાય છે. વાલ્મીકિ રામાયણમાં આ દ્રશ્ય જુદું છે. ઋષિ વિશ્વામિત્ર અને જનકપુરના પુરોહિત શતાનંદજી રાજા જનકને ઋષિ વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણનો પરિચય આપે છે. શતાનંદ ઋષિ વિશ્વામિત્રનાં જન્મથી લઈને તેમની મહર્ષિ થયા ત્યાં સુધીની કથા કહે છે. શતાનંદ અહલ્યાનાં પુત્ર છે. તે બાદ રામાયણનો સૌથી સુંદર એવો પુષ્પ વાટિકાનો પ્રસંગ આવે છે.
રામ ચરિત માનસનો પુષ્પવાટિકા પ્રસંગ લોક રામાયણમાં પણ સુંદર તરી આવ્યો છે. તેનાથી આગળ આપણી ભાષાનાં લગ્ન ગીતોમાં પણ રામ અને સીતાનાં વિવાહ પ્રસંગને વર્ણવતા ગીતો આવ્યાં. પૂર્વ સમયમાં વિવાહની કેવી તૈયારીઓ થતી, કેવા કેવા દાન અને શુકન કરવામાં આવતા તે વાતો રામાયણમાં મળે છે. લોકજીવનમાં એ વાતો હજુયે જળવાઈ છે. મોટા ભાઈની દીકરી સાથે નાના ભાઈના દીકરીના વિવાહ અનયાસે થતા તે વાત રામાયણમાં મળે છે. ઋષિ વિશ્વામિત્ર અને શતાનંદનાં વિચારને માન આપી રાજા દશરથ અને રાજા કુશધ્વજ રામ સાથે સીતાને, લક્ષ્મણ સાથે ઉર્મિલાનાં, ભરત સાથે માંડવીનાં, અને શત્રુઘ્નનાં વિવાહ શ્રુતકીર્તિ સાથે થાય છે. સંપૂર્ણ રામાયણનાં વધુ એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો જલસો ગુજરાતી મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપ.