રામ મોરીએ કેમ કહ્યું કે ‘હું ગયા જન્મે કદાચ બંગાળી હોઈશ!’ રામ મોરી ગુજરાતી સાહિત્યમાં ખુબ જાણીતું અને માનીતું નામ છે. મહોતું અને કોફી સ્ટોરીઝ જેવા તેમના બે પુસ્તકો ગુજરાતીમાં ખુબ પોંખાયા છે. તેઓ વાર્તાકાર હોવાની સાથોસાથ સ્ક્રીપ્ટ રાઈટર પણ છે. હાલમાં આવેલી કસુંબો ફિલ્મની કથા તેમણે લખી છે. એ સિવાય મોન્ટુની બીટ્ટ, મારા પાપા સુપરહીરો અને 21મું ટીફીન ફિલ્મની કથા લખી છે. તેઓ આજના સમયના સૌથી લોકપ્રિય લેખક અને સ્ક્રીન રાઈટર પૈકીના એક છે. તેમની સાથે જલસોએ એક વિશેષ વાતો કરી છે એ આપ પણ સાંભળો.
