Actress Monal Gajjar Gets REAL About Her Life મોનલ ગજ્જર એ ફિલ્મ ક્ષેત્રનું ખૂબ મોટું નામ છે, માત્ર ગુજરાતી ફિલ્મો જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી તેમજ હિન્દી ફિલ્મો પણ તેમણે આપી છે અને ખૂબ સફળ પણ રહી છે.
તેમની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી થઇ હતી અને ત્યાં તેમણે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે ગુજરાતી સિનેમામાં પર્દાપર્ણ કર્યું. ‘રેવા’ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેઓ સ્વભાવે ખૂબ જ નિખાલસ છે. તેમના હોનેસ્ટ જવાબ ક્યારેક ચર્ચા પણ ઉભી કરે છે, ક્યારેક બદલાવ પણ લાવે છે અને ક્યારેક તે નિખાલસતા સહેજ તેમને મુશ્કેલજનક પણ બને છે.
જુદી જુદી ફિલ્મો માટેના થતા ‘શુદ્ધ દેશી સંવાદ’માં તેમની સાથે અનેક સંવાદ થયા છે પરંતુ આ પોડકાસ્ટ કંઇક વિશેષ છે. સાઉથની ફિલ્મો કેમ અન્ય બધી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા વધુ સફળ થઇ રહી છે? શું છે તેમની સફળતાનું Secret? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં ચૂકી રહી છે? હવે તેમની કઈ નવી ફિલ્મો આવશે? આ બધા જ પ્રશ્નોના એકદમ રસપ્રદ જવાબ તમે આ સંવાદમાં મેળવશો. તે સાથે સાથે ખૂબ જ મસ્તીભર્યા પ્રશ્નો-જવાબ અને ક્યાંક ઈમોશન્સથી ભરી ભરી ક્ષણો પણ તમને આ સંવાદમાં જોવા મળશે. આ UNFILTERED Conversation ને અંત સુધી જોજો, ખૂબ મજા પડશે.