નેત્રી ત્રિવેદી અત્યારનાં ગુજરાતી સિનેમાનાં પડદાનો લોકપ્રિય ચહેરો છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ‘થી શરુ કરીને પાઘડી, ધુંઆધાર, શું થયું, અરમાન, ફેરાફેરી – હેરાફેરી, ૨૧મું ટિફિન, લકીરો અને આગંતુક જેવી ફિલ્મોમાં તેઓ અભિનય કરી ચૂક્યા છે. આ પોડકાસ્ટમાં તેઓ ગુજરાતી સિનેમાં, પોતાની સફળતા- નિષ્ફળતાના વિશે અને સ્ત્રીઓએ પોતાના ગમતા કાર્યને કેમ વળગેલું રહેવું જોઈએ વગેરે વિષયો પર સ્પષ્ટ અભિપ્રાયો આપે છે.
