આપણી પૌરાણિક કથાઓમાં એટલા બધા પાત્રો છે કે તમે દરેકની પાછલી જિંદગી વિષે જાણવા લાગો તો તમને તે દરેક પાત્રમાં એક વાર્તા કે નવલકથા દેખાય, એટલા ઉતાર ચડાવવાળી હોય છે એ પાત્રોની સફર. આ એવા પાત્રો છે જે ભલે પોતાના સ્થાને ખુબ જ મજબુત છે અને બળવાન છે પણ ઈતિહાસમાં ભુલાઈ ગયા છે. એ પાત્રો અજાણ્યા રહી ગયા છે. તેમના વિષે જોઈએ એવી વાત કોઈએ નથી કરી. એમની કથાઓ આપણા સુધી પહોંચી નથી અને એટલે જ તેમની વ્યથાઓ પણ આપણા સુધી નહોતી પહોંચી. તેથી જ સ્વગતમાં લક્ષ્મણનાં પત્ની ઉર્મિલા, અહલ્યા, માધવી, દેવયાની કે પછી ઉત્તરા જેવા પાત્રોના મોનોલોગ્સથી તેમની કથા રજુ કરી છે.
Artist : RJ Radhika
character : Devyani