ડૉ. શ્યામલ મુનશી સાથે કવિતાભરી સાંજ. ગુજરાતી સંગીત અને સાહિત્યમાં છેલ્લા પચાસ વર્ષથી સક્રિય એવા ડૉ. શ્યામલ મુનશી સાથે જલસોના સાત વર્ષની ઉજવણી.
થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી,
ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી,
નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ-
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,
એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ…
ગુજરાતી ભાષા અને સંગીતને સમર્પિત જલસોની એપને સાત વર્ષ પુરા થયા. તેની ઉજવણીના ભાગ રુપે આ વર્ષે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ મુશાયરામાં ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખ્યાતનામ એવા ગાયક અને કવિ શ્યામલ મુનશી તેમની કવિતાઓનું પઠન કર્યું. કવિતા ભાવોની અભિવ્યક્તિ માટેનું એક અનોખું માધ્યમ છે. કવિની કલમ આપણને જીવનનાં નવાં નવાં દ્રષ્ટિકોણ તો આપે જ છે પણ જીવનની સુંદરતાને શબ્દોમાં કંડારી આપે છે.