જગતજનની મા જગદંબાનો ઉત્સવ એટલે નવરાત્રી. મા જગદંબાની આરાધનાનો આ ઉત્સવ ગુજરાત રંગે ચંગે ઉજવે છે. ગુજરાતની સંગે આ તહેવાર જગતભરમાં વસતા ગુજરાતીઓ પણ ઉજવે છે.
માતાજીની આરાધના કરતા કવિ તુષાર શુક્લ આ નવરાત્રીના દરેક દિવસ અને તે દિવસે પૂજાતા માતાજીના મહાત્મ્ય વિશે ઘણી અગત્યની વાતો કરે છે આ વિડીયોમાં, જેનું નામ છે ‘જાગતી જ્યોત જગદંબા’
આનંદ અને સંસ્કારના સમન્વય સમા આ પવિત્ર તહેવાર વિશેની ખુબ મહત્વની વાતો સાંભળવા માટે આ વિડીયો તમારા માટે ખુબ મહત્વનો બન્યો રહેશે.