બધામાં ભળી જવું એ ગુજરાતીઓનો સ્વભાવ. અને આ સ્વભાવ ગુજરાતીઓની રસોઈ કળામાં ઉતરી જમણમાં પણ પૌષ્ટિક રીતે પીરસાતો આવ્યો છે, વર્ષોથી માતાઓના પ્રેમના ચુલા પર ચઢતી આવતી આ વાનગીઓ જેમાં સ્વાદ સાથે આખું વર્ષ શક્તિ આપે તેટલી તાકાત રહેલી હોય છે, તેવી જ એક વાનગી “ખીચડો”. તેનું મહત્વ લઈને આ ઉત્તરાયણે ફરી અમે આવ્યા છીએ ‘Jalso Culture’ પર.
