કલ્પના ગાગડેકર – 15 વર્ષે લગ્ન પછી બાળક છતાં કેવી રીતે અભિનેત્રી બન્યા? ફક્ત મહિલાઓ માટે જેવી ફિલ્મોથી ઘર ઘરમાં જાણીતાં બનેલાં અદાકારા કલ્પના ગાગડેકર. ૧૫ વર્ષની ઉંમરે લગ્ન અને એના થોડા જ સમયમાં એક બાળકની મા બની ગયા પછી કોઈ સ્ત્રી નવું કંઈ કરવાની હિંમત ના કરે એ સ્વાભાવિક છે. પણ કલ્પના ગાગડેકર એવું નામ છે જેમણે આ ખુબ નાની ઉંમરે લગ્ન અને બાળક પછી પણ પોતના પેશનને મરવા ના દીધું અને નાટકને પોતાનું જીવન બનાવ્યું. તેમની સફરમાં તેમણે ઘણાં ઉતાર ચડાવ જોયા અને છતાં પણ તેમણે હિંમત ના હારી.
![વાસ્તુશાસ્ત્ર](https://jalsomusic.com/wp-content/uploads/2025/01/ઘરમાં-વાસ્તુ-કેટલું-જરૂરી-copy.jpg)