For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

રાગા લેજેન્ડ – મહાન સંગીતકારોના જીવન કવન

રાગા લેજેન્ડ

“અત્યારે સંગીતને બહોળા અર્થમાં વિચારીએ તો જીવનનાં દરેક પડાવ પર, દરેક પગથિયે, દરેક પળે આપણને સંગીત મળી આવે છે. કોઈક ને કોઈક ધૂન હંમેશા હોય છે. કોઈક વસ્તુઓને તમે ધ્યાનથી તાકી રહો તો કદાચ એમાંથી પણ એક રીધમ, એક સંગીત મળી આવે. બાળકનાં પહેલીવારનાં રોવાનાં અવાજમાં, બાળકને ઊંઘાડવા મથતી માની મીઠી થપકારમાં, Examનાં પહેલાની થોડીક મિનીટોમાં થતી નર્વસનેસથી હલાવવામાં આવતા પગનાં અવાજમાં, શાંત કમરામાં બેઠા હોઈએ ત્યારે સંભાળતી ઘડિયાળની ટક-ટકમાં, કુકરની સિટીમાં, ફેકટરીમાં સતત ચાલતા મશીનની ધ્વનિમાં, રાત્રે ફૂટપાથ પર ચાલતી વખતે થતાં પગરવમાં, હવાથી ફરફરતા પાંદડાનાં અવાજમાં અને બીજી કેટકેટલી વસ્તુઓમાં આપણને રીધમ મળે છે, સંગીત મળે છે. છતાં આપણે એને જાણી જોઇને અથવા અજાણતા જ ચુકી જતાં હોઈએ છીએ. કારણ કે, આપણું જીવન જ એટલું Hectic અને Fast paced થઇ ગયું છે કે એટલી તો નવરાશ જ કોને છે કે આવું સંગીત કોઈ કાન માંડીને સાંભળે.”

મારા office colleague ઉર્વી અને મારી વચ્ચે ઓફીસની પેન્ટ્રીમાં ચાની ચૂસકી સાથે આવી એક Conversation થઇ. અને આજે સંગીત પર વાત એટલા માટે થઇ રહી હતી કેમકે, આજે જલસો પર અમને અમારો પહેલો પોડકાસ્ટ Assign થયો હતો. અમારા બંનેમાં એક Excitement હતું અને સાથે સાથે નર્વસનેસ પણ હતી. કારણ કે જલસોની Image પ્રમાણેનું કામ અમે પાર પાડી શકીશું કે કેમ? એ સવાલ અમારા બંનેના મગજમાં સતત ઘૂમરાતો હતો. આ પોડકાસ્ટનો વિષય હતો, મહાન સંગીતકારોના જીવનની રસપ્રદ વાતો અને કિસ્સાઓ.

અને Finally આ World Music Day પર અમે આ પોડકાસ્ટ તમારી સમક્ષ રજુ કર્યો છે. ‘The રાગા લેજેન્ડ’ જેમાં અમે મહાન સંગીતકારોની વાત કરી છે. આજે Social Mediaનાં જમાનામાં કોઈ Celebrityનાં લગ્ન થાય કે કોઈ વેકેશન પર જાય, કઈ ફિલ્મ કોણે Reject કરી, કોણે કયું ગીત ગાયું ? એ બધી જ personal જાણકારીમાં આપણને કેટલો રસ હોય છે. Bollywood સંગીતના મહારથી વિશે પણ ઈન્ટરનેટ પર માહિતી મળી આવે છે. અને સંગીતપ્રેમી તરીકે પાછલા દાયકાઓમાં થઇ ગયેલા Bollywood નાં મહાન સંગીતકારોએ સંગીતમાં મેળવેલી સિદ્ધિઓ વિશે આપણને જાણકારી હોય છે.

પણ જે મહાન સંગીતકારો થઇ ગયા છે કે જેમણે સંગીતને નવી રાહ આપી છે, જેમના માટે એવું કહી શકાય કે જે પોતે સંગીત થઇ ગયા છે. એવા મહાન કલાકારો જેમના થકી સંગીતની વ્યાખ્યા ભારતમાં બનવા પામી અને ભારતીય સંગીત પ્રણાલીની ધરોહર કહી શકાય તેવા ઘરાનેદાર સંગીતના કલાકારો વિશે આપણને ખાસ ખ્યાલ હોતો નથી.અને જો ખ્યાલ હોય તો પણ તે તેમની કારકીર્દીની સિદ્ધિઓ સુધી સીમિત હોય છે. એમના વ્યક્તિગત જીવન વિશે આપણને કોઈ જાણકારી હોતી નથી.

આ પોડકાસ્ટ દરમિયાન અમે આ મહાન સંગીતકારોના જીવનની તકલીફો અને કેવી રીતે તેમણે તે તકલીફોમાંથી ઉગરીને સંગીતમાં પોતાનું નામ અચળ બનાવી દીધું છે અને એ બધા સંગીતકારો મૂળે વ્યક્તિ તરીકે કેવા હતાં? તેમનું મહાન સંગીતકાર બન્યા પહેલાનું જીવન અને સંઘર્ષ કેવો હતો એની વાત કરી છે.

જયારે આપણે કોઈ પણ મહાન કલાકાર વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે તેમની અભેદ કલાકારી પર વારી જતાં હોઈએ છીએ. પણ જયારે હું અને ઉર્વી રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે અમે આ કલાકારોનાં જીવન વિશે જેમ જેમ વધુ જાણતા ગયા તેમ તેમ આ કલાકારો સાથે એક Connection સધાતું ગયું. તેમના Not So Perfect જીવનની ઝાંકી મળતી ગઈ. જેમ કે, બૈજુ બાવરાની એક કુટુંબ મેળવવાની ઈચ્છા અને તેમના પિતાનું એકાએક મૃત્યુને કારણે બૈજુ પર શું વીતી હશે તે સમજાયું. મૌલાબક્ષને જ્યારે કોઈ સંગીત શીખવવા તૈયાર નહોતું ત્યારે તેમની શીખવાની તાલાવેલી અને જ્યારે તેમનો તેમના ગુરુદ્રોણ “ઘસીટખાન” સાથેનો પહેલો ભેટો થયો તે સમયની નર્વસનેસને અમે મેહસૂસ કરી.

કિશોર આદીત્યરામ પર તેમના પિતાના મૃત્યુ બાદ જ્યારે ઘરની જવાબદારી આવી પડી અને ઘરમાંથી સંગીત છોડી કોઈ ધંધો શોધી કાઢવાની માંગણી કરવા લાગ્યા ત્યારે તેમની મનોસ્થિતિ શું હશે તે ખ્યાલ આવ્યો. વધુમાં એ સમજાયું કે ભલે એમનું ટેલેન્ટ, કળા ભગવાનનો આશીર્વાદ હોય તો પણ “ભગવાન ભી હિંમતવાલો કી હી મદદ કરતા હૈ” એ ઉક્તિ વધુ સિદ્ધ થઇ. તેમના સંગીત પ્રત્યેના સમર્પણ વિશે, તેમના Discipline વિશે એમનાથી આપણે Inspire થવું જ રહ્યું.

રાગા લેજેન્ડ
The Raga Legends પોડકાસ્ટ સાંભળવા ઈમેજ પર ક્લિક કરો.

જયારે અમે આ મહાન કલાકારો વિશે આ રીતે જાણ્યું ત્યારે તેમની તરફ જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. એમને એક હાથ છેટા રહીને જાણવા કરતાં એમને એક મિત્રની જેમ જાણ્યા. જાણે કે અમે વર્ષોથી એમને ઓળખતા હોઈએ.અમે આશા કરીએ છીએ જયારે તમે પણ આ જીવનકથન સાંભળશો તો તમને પણ આ વ્યક્તિવિશેષ તમારા મિત્રો જેવા જ લાગશે અને તમે આ પોડકાસ્ટ દ્વારા આ મહાન સંગીતકારોને વધુ નજીકથી જાણી શકશો. જ્યારે પણ તમે કોઈ સંગીત સાંભળશો ત્યારે તમને કદાચ આ ‘રાગા લેજેન્ડ’ થોડા વધું યાદ આવશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz