અનોખી એ જલસો પર પ્રસારિત થઇ રહેલ પ્રથમ ઓડિયો ધારાવાહિક છે. જેમાં એક અપર મિડલક્લાસ પરિવારમાં નવી પરણીને આવેલી યુવતી અનોખી સાથે ઘટતી ઘટનાઓ, એ ઘટનાઓના કારણે એના જીવનમાં આવતા પરિવર્તનો અને એ બધાનાં લીધે અનોખીને પડતી મુશ્કેલી વિષે વાત છે. આજના સમાજ જીવનમાં પડતી મુશ્કેલીઓ, બદલાઈ રહેલા લોકોના માનસ અને તેના લીધે ઓછી થતી રહેલી માનવતા જેવા પાસાઓ પર વાત કરે છે આ ધારાવાહિક. એક ઘરમાં ઘટતી ઘટનાઓ મોટા ભાગે એ ઘરના લોકોના માનસને તો છતાં કરે છે સાથે સાથે તે આસપાસનાં બદલાવનો પણ પડઘો પાડતી હોય છે. જે બદલાયું છે તે બદલાવ પાછળ શું કારણભૂત તે શોધવા જઈએ તો મોટાભાગે કોઈ નક્કર કારણ મળતું નથી. અનોખી પણ આવી જ સમસ્યામાંથી પસાર થઇ રહી છે. આ સાથે સાથે અનોખીનાં પોતાનામાં આવેલા બદલાવ પણ તેના માટે મુશ્કેલી બને છે.