ઇન્ડિયન મિલટરી ફોર્સ આ નામ સાંભળતા જ આપણા દિમાગમાં ખડતલ શરીર પર, હાથમાં મશીન ગન લઈને, પોતાના સાહસ અને જોશની દહાડથી દુશ્મનના છક્કા છોડાવતા આપણા જવાનોનું દ્રશ્ય ખડું થાય. દેશ માટે મરી મિટવાની તમન્ના લઈને ઘરેથી નીકળેલા આ જવાનો દેશની સુરક્ષા માટે 24 કલાક, ઠંડી કે ગરમી જોયા વગર દેશની સરહદ પર ઉભા રહે છે અને આ જવાનો માત્ર યુધ્ધમાં જ નહિ, દેશ પર આવનારી કુદરતી આપત્તિઓ અને બીજી ઘણી વિકટ પરિસ્થિતિમાં લોકોની મદદ કરે છે. ભારતમાતા આ વીર સપૂતોને અદમ્ય સાહસ, નિષ્ઠા, બલિદાન અને વીરતાનું જ્વલંત ઉદાહરણ છે. આપણા જવાનો આ સાહસને બિરદાવવા માટે જલસો પર ભારતીય સેનાએ ખેલેલા અદ્ભુત યુદ્ધની કહાણી જણાવતો પોડકાસ્ટ રજુ કરવામાં આવ્યો છે જેનું નામ છે The War Cry ભારતીય જવાનોની રણહાક. ભારતીય જવાનોની આ વીરરસથી ભરેલી કથાઓને અવાજ આપ્યો છે ગુજરાતી નાટક અને ફિલ્મોના જાણીતા અભિનેતા વિશાલ વૈશ્યએ. પોતાના પડછંદ અવાજથી વિશાલ વૈશ્યએ આ સાહસ ભરેલા પ્રસંગોને જીવંત કરી દીધા છે. એ પછી 26/11 ના મુંબઈ એટેકની કહાણી હોય કે ભારતે 1971માં કરેલી પહેલી સર્જીકલ સ્ટ્રાઈકની વાત હોય. ભારતીય જવાનોના યુદ્ધોની જાણી-અજાણી અને રોમાંચક વાતો સાંભળવા આ પોડકાસ્ટ જરૂરથી સાંભળવો જ જોઈએ. તો સાંભળવાનું ચુકતા નહિ The War Cry – ભારતીય જવાનોની રણહાક વિશાલ વૈશ્ય સાથે જલસો પર.